આડુ કાંઇ નથી બોલતો દેને દાણ તું મારું..૪/૧૨

 આડુ કાંઇ નથી બોલતો, દેને દાણ તું મારું ;

નહી તો વીંખાશે વાટમાં, આ મહી તારું.
ગર્વભરી તું ગુર્જરી, જોબનની માતી ;
દહાડી દહાડી સૌ દેખંતા, દાણ ચોરીને જાતી.
કહેજે તું જઇને કંસને, દાણ લાગે તે દઇને ;
મોવડ આવે માનની, વહેલી દળ લૈને.
કરીએ નહીં ઝાઝી કાનજી, પરનારીની હાંસી ;
બળ તમારું જાણીએ, આવ્યા છો નાસી.
દા'ડી અમે અહીં ચાલીએ, દાણ કે દી ન દીધું ;
ખોશો માં ઠાલા આબરૂ, કહીએ છૈયે સીધું.
લાકડવાયા લાલજી, એલફેલ મ બોલો ;
બ્રહ્માનંદ કહે જોરાવરી, શીદ બાઝંતા ડોલો.

મૂળ પદ

ગોરસ લઇને ગોપિકા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી