કહું અકુશ ધ્યાનમા ધાર્યાનુ ફળ રે૭/૧૬

 કહું અંકુશ ધ્યાનમાં ધાર્યાનું ફળ રે, 
સુણો મારા પ્રેમી આશ્રિત સકળ રે...
કોઇ ધારે આ ચરણનું અંકુશ રે, 
મનરૂપી હાથીને કરી આપું વશ રે...
ઉર્ધ્વરેખા ધ્યાનમાં ધારે કોઇ દાસ રે, 
એના હૈયે રાજી થઇ કરુ વાસ રે...
વળી એને ઉર્ધ્વગતિ હું પમાડું રે, 
રાજી થઇ અક્ષરધામે પહોંચાડું રે...
હવે કહું પાનીમાં રહ્યાં બે ચિહ્ન રે, 
જ્ઞાન સ્વામી સુણો સર્વે દઇ મન રે...

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી