મન મસ્તાની માનની, ડહાપણમાં ડોલે 	 મુજને તે મોહ પમાડવા, મીઠું મીઠું બોલે ૬/૧૨

મન મસ્તાની માનની, ડહાપણમાં ડોલે ;
મુજને તે મોહ પમાડવા, મીઠું મીઠું બોલે. 1
ડહાપણનું શું કામ છે, દેને દાણ અમારું ;
નહી તો આ ઘડીએ ફૂટશે, મહી-માટલું તારું.
એકલી વનમાં આથડે, છો કેની છોડી.
રૂપ ઘણું તારા અંગમાં, લજ્જા તો થોડી. 3
કુણ છો છોરા કુડીયા, એવું બોલછ આવી ;
એવી તે વાતું તુજને, કેણે શીખાવી. 4
રહી છું રાજાના રાજમાં, મુજને કુણ લૂંટે ;
સમજી રહેજે વેગળો, મટુકી નહીં ફૂટે. 5
તું તો દાણી આ વાટનો, અમે સાંભળ્યું નોતું ;
બ્રહ્માનંદ કહે ઘર નંદનું, જાશે ઓસરી સોતું. 6

મૂળ પદ

ગોરસ લઇને ગોપિકા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કેસરિયા વર કાન
Studio
Audio
0
0