એ રીતે ઘર લઇ આવ્યાં રે નટવર સુંદર નારી છે..૯/૧૨

 

એ રીતે ઘર લઇ આવ્યાં રે, નટવર સુંદર નારી છે ;
ત્યાં જશોદાને તેડાવ્યાં રે, નટવર સુંદરી નારી છે. ટેક.
ઓળે રાખી ઉભી આડી રે, ન0 લઇ આવ્યાં નૌતમ લાડી રે. ન0 ૧
આજ સૌ ગયાંતાં વનમાં રે, ન0 અમે રમતાં વૃન્દાવનમાં રે. ન0 ૨
પછે ત્યાં અમે એને દીઠી રે, ન0 મુખ લાવણ્યતા અતિ મીઠી રે. ન0 ૩
કુણ જાણે કયાંથી આવી રે, ન0 અમને તો મનમાં ભાવી રે. ન0 ૪
બ્રહ્માનંદ કહે મીઠું બોલે રે, ન0 લાવ્યા કાનાને ઓળે રે. ન0 ૫

મૂળ પદ

સુણ વાત કહું સાહેલી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી