એ છે પણ હજી કુંવારી રે નવલ મનોહર નાજુકડી..૧૦/૧૨

 

એ છે પણ હજી કુંવારી રે, નવલ મનોહર નાજુકડી ;
માંહી રુપ લખણ ગુણ ભારી રે, નવલ મનોહર નાજુકડી. ટેક.
એના દંત દાડમની કળીયું રે, ન0 જાણે તન પર કુંકુ ઢળીયું રે. ન0 1
એની નાસા દીપ સરીખી રે, ન0 તેજાળી આંખ્યુ તીખી રે. ન0 ર
એની વેણી નાગ બિરાજે રે, ન0 મુખ જોઇને ચંદો લાજે રે. ન0 3
છે કુચ ઉપડતી સારી રે, ન0 વળી કટિ કેસરી અનુસારી રે ન0 4
બ્રહ્માનંદ કહે લાવ્યાં પરખી રે, ન0 એ કન્યા કાના સરખી રે. ન0 5

મૂળ પદ

સુણ વાત કહું સાહેલી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી