ઉભો જદુપતિ જમુના તીર રે.નંદજીનો લાલો .૨/૪

 

ઉભો જદુપતિ જમુના તીર રે, નંદજીનો લાલો ;
રંગભીનો શ્યામ શરીર રે, જોવાને ચાલો. ઉભો0 ટેક.
માથડે બાંધી છે રે, રૂડી પાઘડલી પેચાળી રે.
લટકાં કરે છે કલંગી રુપાળી રે. નં0 ૧
ભમરા ભમે છે રે ; માથે ફૂલડાંની ફોરે રે ;
ચિત્તડું ચોરે છે જોરે જોરે રે. નં0 ૨
ફૂલડાંનો તોરો રે, એના શિર પર ફાવે રે ;
મોરલીમાં ચિત્ત લલચાવે રે. નં0 ૩
બ્રહ્માનંદનો રે વહાલો કુંજનો વિહારી રે ;
મૂર્તિ લાગે છે એની મુને પ્યારી રે. નં0 ૪

મૂળ પદ

માવો ઉભો મારગડા માંહ્ય રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી