વાલા તારી મૂર્તિમા મન જોડુ રે, ૧/૪

વાલા તારી મૂર્તિમાં મન જોડું રે, વાલમજી મારા.
કોઇ વાતે હરિ નહિ છોડું રે, વાલમજી મારા...૧
લોક લાજ ન મનમાં લાવુ રે, વાલમજી મારા.
તારી દાસી મુજને કેવરાવું રે, વાલમજી મારા...૨
તને જોઇને થાય મને ટાઢુ રે, વાલમજી મારા.
બધા લોકના બંધન વાઢુ રે, વાલમજી મારા...૩
તારા વિના નથી રહેવાતું રે, વાલમજી મારા.
આવો અલબેલા કરીએ વાતું રે, વાલમજી મારા...૪
જ્ઞાનસખી તમ સાથે બંધાણી રે, વાલમજી મારા.
મારા સહજાનંદ સુખખાણી રે, વાલમજી મારા...૫

મૂળ પદ

વાલા તારી મૂર્તિમાં મન જોડું રે,

મળતા રાગ

વાલા લાગો છો વિલો આધાર રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી