વાલુ વાલુ લાગે છે તારું રૂપ રે, પ્રીતમજી પ્યારા૨/૪

વાલું વાલું લાગે છે તારું રૂપ રે, પ્રીતમજી પ્યાર���.
તમે કોટિ બ્રહ્માંડના ભૂપ રે, પ્રીતમજી પ્યારા...૧
મારે તુજથી લગની લાગી રે, પ્રીતમજી પ્યારા.
હું તો થઇ છું મહા બડભાગી રે, પ્રીતમજી પ્યારા...૨
મને નેડો લાગ્યો છે તુજ સાથ રે, પ્રીતમજી પ્યારા.
મને હેતે ભરોને હરિ બાથ રે, પ્રીતમજી પ્યારા...૩
વાલા રેજો હંમેશ મુજ સાથ રે, પ્રીતમજી પ્યારા.
હરિ હેતે ઝાલોને મારો હાથ રે, પ્રીતમજી પ્યારા...૪
મારે હૈયે હરખ નથી માતો રે, પ્રીતમજી પ્યારા.
જ્ઞાનસખી સંગાથે કરો વાતો રે, પ્રીતમજી પ્યારા...૫

મૂળ પદ

વાલા તારી મૂર્તિમાં મન જોડું રે,

મળતા રાગ

વાલા લાગો છો વિલો આધાર રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી