સર્વ ધામના ધામી મોરાર રે, શ્રી હરિ સર્વોપરિ૪/૪

સર્વ ધામના ધામી મોરાર રે, શ્રીહરિ સર્વોપરિ.
નામ નામી અક્ષર આધાર રે, શ્રીહરિ સર્વોપરિ...૧
વેદ વેદાંત ગાય નેતિ નેતિ રે, શ્રીહરિ સર્વોપરિ.
એવા તમથી થઇ પ્રીત અતિ રે, શ્રીહરિ સર્વોપરિ...૨
વાલા રાજી થઇને મુજ માથે રે, શ્રીહરિ સર્વોપરિ.
મને હેતે લગાવો હૈયા સાથે રે, શ્રીહરિ સર્વોપરિ...૩
હરિ છાનું રાખીશ હૈયા માંય રે, શ્રીહરિ સર્વોપરિ.
નહિં બારૂ પાડું હું જરાય રે, શ્રીહરિ સર્વોપરિ...૪
જ્ઞાનજીવનના જીવન કહાવો રે, શ્રીહરિ સર્વોપરિ.
વાલા આવો આવો હરિ આવો રે, શ્રીહરિ સર્વોપરિ...૫

મૂળ પદ

વાલા તારી મૂર્તિમાં મન જોડું રે,

મળતા રાગ

વાલા લાગો છો વિલો આધાર રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી