વાલી વાલી લાગે વ્હાલા, મૂર્તિ તમારી ૧/૧

વાલી વાલી લાગે વ્હાલા, મૂરતિ તમારી,
મૂરતિ તમારી વ્હાલા, મુરતિ તમારી... ટેક.
વાઘા વ્હાલા છીંકણી રંગના, શોભે અતિશે સારા,
જોઇ જોઇ મનડું મોહ્યું મારું, પાઘ ધારી અતિ પ્યારી...વાલી૦ ૧
પાઘે છોગુ કલગી તોરા, મુંજ મનને હરનારા,
મુખ પર વારી વારી જાઉં, રાખુ હૈયામાં સંભારી...વાલી૦ ૨
ધામ ધામના સ્વામી તમે, સર્વના સરજનહારા,
રજવાડી વેશમાં લાગો છો પ્યારા, ભેટ બાંધી અતિ સારી...વાલી૦ ૩
જામો નાડી સુરવાળ વ્હાલા, અતિ શોભે છે તમારા,
ચરણમાં ઝાંઝર જોયા કરુ છું, મોજડીયું અતિ પ્યારી...વાલી૦ ૪
કંઠે કંઠો મોતીની માળા, ચાંદીનો હાર રૂપાળો,
ફૂલડાનો હાર ચિત્તડુ ચોરે છે, કેડમાં ધારી કટારી...વાલી૦ ૫
હાથે રૂડી શોભે તલવાર, સોનાની બહુ સારી,
બીજા હાથે અભય આપો છો, જ્ઞાનજીવન બલિહારી.. વાલી૦ ૬

મૂળ પદ

વાલી વાલી લાગે વ્હાલા, મૂર્તિ તમારી

મળતા રાગ

ભુપાલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0