છેલ છબીલા તારે છોગલે રે મારું ચતુર લોભાણું ચિત્ત, છેલ છોગાળા..૧/૪

છેલ છબીલા તારે છોગલે રે, મારું ચતુર લોભાણું ચિત્ત, છેલ છોગાળા ;  
ચટક રંગીલી રૂડી ચાલને રે, જોઇ પ્રીતમ વાઘે પ્રીત, લાલ લટકાળા.     
કામણગારી તારી મૂર્તિ રે, મારે અટકી અંતરમાય, કાન કેસરિયા ;     
નટવર તુજને નિરખતાં રે, મારાં નેણ ત્રપત ન થાય, દિલડાના દરિયા.   
આવો છો નિત પ્રત્યેક ઓરડે રે, મારા પ્રાણતણા આધાર દર્શન દેવાને ;  
હાથ કડાં રે બેઉ હેમનાં રે, પેર્યા મોતીડાંના હાર, મનડાંલેવાને.  
રૂડા લાગો છો વારી રાજવીરે, પ્યારા સુંદરશ્યામ સુજાણ, ગુણિયલ ગિરિધારી     
નીમખ ન મેલું મારા નાથજીરે, બ્રહ્માનંદના જીવન પ્રાણ, તમ પર બલિહારી.     

મૂળ પદ

છેલ છબીલા તારે છોગલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Video
0
2