અલવિલા રે તારી આંખડી રે છે જો કમલ તણે આકાર, મોહન મરમાળા.૨/૪

 અલવિલા રે તારી આંખડી રે, છે જો કમલ તણે આકાર, મોહન મરમાળા ;     

લાવનતામાં તારી લાલજી રે, મારે લગન લગી એક તાર, હરિવર હેતાળા.     1
બોત રસીલી રૂડી બોલણી રે, સુણી મોયું ગોકુળ ગામ લટકાળા લેરી ;           
વ્રજજીવન વરણાગિયારે, રૂડા લાગો છો સુંદર શ્યામ પીતાંબર પેરી.               ર
બાંધ્યા નૌતમ બેરખા રે, કાજુ કુંડળ પેરી કાન, શ્યામ શોભો છો ;       
વસ કીધી રે વ્રજવિનતા રે, તમે વાલમ ભીને વાન, મનડાં લોભો છો.             3
ફેંટા ઉપર ફૂટડાં રે વારી ફરતાં છાયાં ફૂલ પ્રીતમ પાતળિયા ;           
બ્રહ્માનંદના વાલમા રે, તારી આ છબી અજબ અમૂલ, છેલ શામળિયા.*          4
 
* પાઠાંતર છે : ‘‘બ્રહ્માનંદના વાલા રે, તારી છબી અજબ અમૂલ, છેલ વર શામળિયા.''
 

મૂળ પદ

છેલ છબીલા તારે છોગલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી