સુખકારી છે, આનદકારી છે ઓ સ્વામી સહજાનંદ, તારી મૂર્તિ ન્યારી છે ૧/૧

સુખકારી છે, આનંદકારી છે,
ઓ સ્વામી સહજાનંદ, તારી મૂર્તિ ન્યારી છે... ટેક.
મૂર્તિ તણા સદા ગુણ ગાતી, હૈયે ધારીને રહું છું ફૂલાતી,
હરિ ધારી હૈયામાંય, ફરું અતિ હરખાય,
મને અતિ પ્યારી છે... સુખ૦ ૧
તારું રૂપાળું મુખ મને પ્યારું, સદા સ્નેહે શ્રીહરિ સંભારું,
મને વાલી તારી મૂર્તિ, નહિ મેલું મારા ઉરથી,
મેં તો હૈયે ધારી છે... સુખ૦ ૨
જ્ઞાનજીવનને સુખ બહુ દીધું, મારું મનગમતું વ્હાલા સર્વે કીધુ,
આપ્યા એવા આશીર્વાદ, તમો આવો સદા યાદ,
આ તો વાત ન્યારી છે... સુખ૦ ૩

મૂળ પદ

સુખકારી છે, આનંદકારી છે

મળતા રાગ

વડતાલ જાઉં કે અમદાવાદ જાઉં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0