એક ચિહ્ન વચમાં ડાબી રે કોરે તિલ શોભે અતિ ભારી રે ..૪/૪

 

એક ચિહ્ન વચમાં ડાબી રે કોરે, તિલ શોભે અતિ ભારી રે ;
તેથી ડાબો વળી બે તસુ છેટે, તિલ એક આનંદકારી રે.
તેથી ડાબો વળી બે તસુ છેટે, વામ સ્તને તિલ એક રે ;
બે સ્તન ઉપર છાપનાં ચિહ્ન છે, ધારે છે ભકત અનેકરે.
જમણી ભુજા પાસે માંહેલી કોરે, ઉભી ઓળે તિલ ચાર રે ;
તે ભુજ મૂળમાં ત્રણ તસુ હેઠું, છાપ ચિહ્ન અતિ સાર રે.
તે છાપ પાસે બાહારલીરે કોરે, ચાર નાના તિલ શોભે રે ;
તે ભુજ કુંણી કાંડાનેરે વિચમાં, બે તિલ જોય મન લોભે રે.
તે ભુજની છેલી આંગળી ઉપર, અર્ધ તસુ અનુમાને રે ;
ત્યાં શોભે તિલ સુંદર નાનો, આવે મુનિ કેરે ધ્યાને રે.
ડાબા ભુજના મૂળથી ત્રણ તસુ, હેઠું ચિહ્ન એક છાપ રે ;
બ્રહ્માનંદ કહે તેને જોતાં જાય, અનંત જન્મનાં પાપ રે.

મૂળ પદ

શ્રી ઘનશ્યામને દક્ષિણપદમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી