મૂર્તિ તારી છે મને પ્યારી૧/૨

મૂર્તિ તારી છે મને પ્યારી, છો મારા જીવન પ્રાણ રે,
હેતે કરી મારા દીલમાં ધારી, વ્હાલા કરુ છું વખાણ રે.. મૂર્તિ૦ ૧
મુખડું જોયું ને મનડુ મોહ્યું, નીરખુ નમણા નેણા રે,
વાલમ વ્હાલા વાલપવાળા, વાલાજી તારા વેણા રે..મૂર્તિ૦ ૨
છાતીમાં મારી મૂર્તિ તારી, સંઘરી રાખુ સદાયે રે,
સ્વરૂપ સુંદર સુખ દેનારુ, ચિંતવતા સુખ થાયે રે..મૂર્તિ૦ ૩
તમારી આકૃતિ વિના વાલમ, મન ન જાયે ક્યાંયે રે,
જ્ઞાનજીવનને સુખડું આપ્યું, વાલમ હૃદીયા માંયે રે..મૂર્તિ૦ ૪

મૂળ પદ

મૂર્તિ તારી છે મને પ્યારી

મળતા રાગ

અમી ભરેલી નજરું રાખો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી