હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી ૨/૪

હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી...ટેક.
પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી,
	અક્કલહીણા આળસી બેઠો, પામર તું પથી...હરિ૦ ૧
માતપિતા સુત નારી બંધવ, નહીં તારા સાથી;
	અંતસમે તો એકલા જાવું, કાં મરે મથી...હરિ૦ ૨
સ્વારથિયો સંસાર તેમાં રહ્યો લથબથી,
	સંતપુરુષની સોબત વિના, શી થાશે ગતિ...હરિ૦ ૩
અક્કલવંતા રાજ કરંતા મૂઆ મહારથી,
	દેવાનંદ કહે આપણે જાવું, કહ્યું ઠેઠથી...હરિ૦ ૪
 

મૂળ પદ

ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો

મળતા રાગ

ખમાચ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ઉપદેશરસ
Studio
Audio
0
0