નેણા વેણા વાલા વાલાઘનશ્યામજીના લાગે,૨/૨

નેણા વેણા વાલા વાલા, ઘનશ્યામજીના લાગે,
નિરખતા સહુના દુઃખડાઓ ભાગે...૧
કરે દર્શન જગે જો કોઇ એકવાર ભાવે,
શ્રીજી તેને અંતકાળે તેડવાને આવે...૨
પ્યારી પ્યારી છબી ન્યારી શોભે અતિ ભારી,
નંદ સંતો સેવે એને સદા હૈયે ધારી...૩
પ્રીતિ કરી લાડુબાએ ભાવે સેવ્યા શ્રીજી,
મોટીબાએ શ્રીજી વિના તજી ઇચ્છા બીજી...૪
જ્ઞાનજીવન થયો એનો મેલી બીજો ભાર,
વાલમજીના ગુણો જોતા થયો મને પ્યાર...૫

મૂળ પદ

સહજાનંદની મૂર્તિ મારા અંતરમાં ધારું

મળતા રાગ

આવો રે વાલાજી તમને માખણ જમાડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી