તારું મુખડુ જોઉ ને મારું દુઃખડુ ભાગે ૧/૧

તારું મુખડું જોઉં ને મારું દુઃખડુ ભાગે,
આંખડી જોવાને મને ધાંખડી લાગે... ટેક.
તારા ગોરાગોરા ગાલ જોઇ ઉપજે મને વહાલ;
તારી પાપણ તો પ્યારા મારી થાપણ લાગે...આંખડી૦ ૧
તારા લટકાં જોતા લાલ હું તો થઇ ગઇ છું નિહાલ;
તારી રીતડી જોઇને હૈયે પ્રીતડી જાગે...આંખડી૦ ૨
જોતા નમણું તારું નાક મટી જાયે મારો થાક;
ગાલે ટીલડી જોઉ ને ભવભીતડી ભાગે...આંખડી૦ ૩
તારા કંકુવર્ણા કાન જોતા ભૂલું દેહભાન;
તારા લમણા જોઉ ને ભવભ્રમણા ભાગે...આંખડી૦ ૪
ધર્મભકિત કેરા બાલ ભારે શોભે તારું ભાલ;
તારો ચાંદલો જોઇને પ્રેમ નવલો જાગે...આંખડી૦ ૫
કહે હેતે જીવન જ્ઞાન મારા શ્રીજી ભગવાન;
તારી મૂરતિમાં સદા મન વરતિ લાગે...આંખડી૦ ૬,

મૂળ પદ

તારું મુખડું જોઉં ને મારું દુઃખડુ ભાગે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0