ઓ વાલમા.. મારી આખલડીના તારા ૧/૧

 

ઓ વાલમા.. મારી આંખડલીના તારા, શોભો છો બહુ સારા;
મને લાગો પ્યારા પ્યારા... ટેક.
રૂપ રૂપનો ધામ, મારો બાલુડો ઘનશ્યામ;
ઓ વાલમા.. નિરખી તારું રૂપ, થઇ છું તદરૂપ.. મને૦ ૧
મારા પ્રાણવારી નાખું, તને હૈડે ભીડી રાખું;
ઓ વાલમા.. તારી મૂર્તિ મુડી મારી, રાખું છું હું સંભારી.. મને૦ ૨
ઓ જ્ઞાનજીવનના જીવન, મારા મનમોજીલા મોહન;
ઓ વાલમા.. હીરલે જડેલો હાર, જોઇ રહી છુંએકતાર.. મને૦ ૩

મૂળ પદ

ઓ વાલમા.. મારી આંખડલીના તારા

મળતા રાગ

ઓ ભાઇ રે વાવડીના પાણી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી