મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે ૧/૧

 મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે;
	દર્શન કરતાં આપનાં, દુ:ખડાં ભાગે છે...ટેક.
જોયા કરું હું રાતદિ, મનોહર તારી મૂર્તિ;
તૃપ્ત નથી થતાં જ નેણાં, જોતાં તારી સૂરતી;
	જોતાં જીવન આપને, આનંદ જાગે છે...મૂર્તિ૦ ૧
રૂપરૂપનું ધામ તમે, પ્રીતમ સહજાનંદજી;
અપાર સુખના સાગર છો, પ્યારા પરમાનંદજી;
	મનડું મારું આપનાં, ચરણે લાગે છે...મૂર્તિ૦ ૨
રસબસ રહું હું આપમાં, બીજું મને ન આપશો;
મૂર્તિ મૂકીને આપની, જ્ઞાનજીવનને અર્થ શો;
	મારે સદા આનંદનાં, નગારાં વાગે છે...મૂર્તિ૦ ૩
 

મૂળ પદ

મૂર્તિ તમારી નાથજી, વાલી લાગે છે

મળતા રાગ

માનવ નડે છે માનવીને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
1
0