આદીતવારે ઉદે થયા સુરજ સહજારેનંદ..૧/૪

 આદીતવારે ઉદે થયા, સુરજ સહજારેનંદ,

મારગ બતાવ્યો મોક્ષનો, મળીયા મુનિવર વૃંદ,
અવસર અમુલખ આવીયો. અ ૧
ભાગ્યે પામ્યો ભરતખંડમાં, મોંઘો મનુષ્યા અવતાર,
સમઝી રેવું સતસંગમાં, સુપના જેવો સંસાર. અ ર
શીતલ સોમ સરીખડા, ભુતલ પ્રગટ્યા ભગવાન,
અધરમ મૂળ ઉખાડવા, દીધાં દરશન દાન. અ ૩
પામર ભટક્યો ભવ પંથમા, જાણ્યા વિના જગદીશ,
દેવાનંદકે દુઃખ આવશે, જ્યાં ત્યાં જનમ ધરીશ. અ ૪

મૂળ પદ

આદીતવારે ઉદે થયા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0