દેખ વિચારી દિલમાં તારા દેહને રે૪/૪

દેખ વિચારી દિલમાં તારા દેહને રે,

નથી રયાનો એક ઘડી નિરધાર રે;

મમતા મોટી ખોટી બાજી ખેલ છે રે,

ભુંડપ કેરો માથે લેમા ભાર રે. દે ૧

વરણાગીમાં વડ પેપાની હાર્યનો રે,

ઉપર રાતોમાતો રંગમાં છેલ રે,

ભીતર્ય કાચો ભેખ ધરીને ભૂલવે રે,

ફોગટ ફરતો કરતો કૂડા ફેલ રે...દે ર

આતમ સાધન કાંઇ ન કીધું આળસુ રે,

વિષયમાં વીંટાણો બારે માસ રે;

હરિજન સાથે હેત ન કરતાં આવડે રે,

કપટી તારો કોણ કરે વિશ્વાસ રે....દે ૩

સૂમ* થયો ધન સંચીને ભેળું કરે રે,

મરતાં સુધી ના ખરચે ના ખાય રે,

દેવાનંદ કહે મધમાખી લુંટાય છે રે,

હાથ ઘસીને પામરતું પછતાય રે...દે ૪

*સૂમ= લોભી

મૂળ પદ

જનમ સંગાથી વિસાર્યા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનસ્વરૂપ સ્વામી- રાજકોટ ગુરુકુલ
ગરબી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0