વ્હાલી વ્હાલી લાગે મને મૂર્તિ તમારી૧/૨

વ્હાલી વ્હાલી લાગે મને મૂરતિ તમારી,
સર્વોપરિ હરિ મૂર્તિ મને અતિ પ્યારી...૧
જીવન છો જીવના તમે હરિ મારા નાથ,
અતિશે કરી છે કૃપા ઝાલ્યો મારો હાથ...૨
અતિશે આનંદકારી મૂરતિ તમારી,
ભૂલું નહીં હરિ મારા રાખુ છું સંભારી...૩
ગોળમટોળ મુખ જાણ્યે ગુલાબનું ફૂલ,
જ્ઞાનજીવન તારે માટે કરુ માથુ ડુલ...૪

મૂળ પદ

વ્હાલી વ્હાલી લાગે મને મૂર્તિ તમારી

મળતા રાગ

આજ સખી આનંદની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી