કયાથી મળો તમે મને અક્ષરના વાસી૨/૨

 

કયાંથી મળો તમે મને અક્ષરના વાસી, 
આ તો કરી કેવળ તમે દયા અવિનાશી...
રૂપાળી મૂરતિ વ્હાલા રહો મારે નેણે, 
તારું એક નામ પ્યારુ રહો મારે વેણે...
ગાવું ગુણ તારા હરિ દિવસ ને રાત, 
ગમે નહીં પ્રભુ મારા મને બીજી વાત...
ચૂંબન કરી સુખ માણું જાણું નહીં કાંઇ, 
જ્ઞાનજીવન તારા રૂપે રહે છે ભરાઇ....

મૂળ પદ

વ્હાલી વ્હાલી લાગે મને મૂર્તિ તમારી

મળતા રાગ

આજ સખી આનંદની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી