હે અક્ષરેશ પરેશ વિભુ, સર્વોપરિ હર તાપ હરિ ૧/૧

હે અક્ષરેશ પરેશ વિભુ, સર્વોપરિ હર તાપ હરિ,
સુખધામ શ્રી ઘનશ્યામજી, મનનીય મૂર્તિ શંકરી....૧
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, સર્વોપરિ પરબ્રહ્મ છો,
અવતાર જે જે થઇ ગયા થશે તેનું કારણ તમે છો...૨
થઇ ગયું થશે ને થાય છે તે આપની કૃપા થકી,
અજ્ઞાની જન મન એમ માને હું કરુ છું એ નક્કી...૩
જે જે થયું થશે થાય છે તે નિશ્ચે જાણું તમ થકી,
કરુણા કરો નિજ દાસ જાણી થાય દઢતા એ નક્કી...૪
દઇ જ્ઞાન જન અજ્ઞાન ટાળી સર્વને સુખિયા કર્યા,
અંતરઅરિ સર્વે હરિ જાશું મરી કહી બહુ ડર્યા...૫
તવ હાથ છે મમ માથ નાથ બાથ લઇ હું અંતર ઠર્યો,
કહે જ્ઞાન દઇ નિજ જ્ઞાન હે ભગવાન મને સુખિયો કર્યો...૬

મૂળ પદ

હે અક્ષરેશ પરેશ વિભુ, સર્વોપરિ હર તાપ હરિ

મળતા રાગ

હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી