સુણો સ્તુતિ શ્રી સહજાનંદ, શ્રી હરિ સર્વોપરિ ૧/૧

સુણો સ્તુતિ શ્રીસહજાનંદ, શ્રીહરિ સર્વોપરિ,
સર્વોપરિ આપો છો આનંદ, દીનબંધું દયા કરી... ૧
કરી ઉત્પતિ સ્થિતિ પ્રલય, લીલા કરો છો તમે,
તમે આવો છો અવતાર લઇ, વાલમજી સમે સમે...૨
સમે નિરખતા કામ ક્રોધ, અંતર શાંતિ પામે,
પામે નાશ તમામ વિરોધ, વાસના સહુ વામે...૩
વામે લખચોરાશી તમામ, જીવો પામે ધામ બહુ,
બહુ કરો છો હરિ તમે કામ, તેથી થાય રાજી સહુ... ૪
સહુ ભજે તમને દિનરાત, રાજાધિરાજ હરિ,
હરિ જ્ઞાનજીવનની વાત, સુણજો દયા કરી...૫

મૂળ પદ

સુણો સ્તુતિ શ્રીસહજાનંદ, શ્રીહરિ સર્વોપરિ

મળતા રાગ

એવા ધામને પામવા કાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી