દુનિયાના સર્કસમા, અમે જોકરીયા તારા ૧/૧

દુનિયાના સર્કસમાં, અમે જોકરીયા તારા,
પગાર વગરના નાથ અમે, નોકરીયા તારા... દુનીયા૦ ૧
હલાવો તો હલિએ, અમે જમાડો તો જમીએ,
બેસાડો તો બેસીએ, અમે ખસાડો તો ખસીએ... દુનીયા૦ ૨
ચલાવો તો ચાલીએ, અમે ઉભા રાખો ત્યાં રહીએ,
રાજી થાઓ તમે એટલે, અમે રાજી થઇએ... દુનીયા૦ ૩
પ્રાણ પુરો તો પ્રાણવંતા, નહિતો જડ જ રહીએ,
આનંદ અમને એટલો વાલા, ગોવિંદ તમને ગમીએ... દુનીયા૦ ૪
તમારા ગમતામાં હરિ, હરપળ અમે જીવીએ,
પાડો વગાડો પછાડો તોય, સદા હસતા રહીએ... દુનીયા૦ ૫
રાજી રહેજો જીવન મારા, એટલું તમને કહીએ,
જ્ઞાનજીવનનાં પ્રીતમજી અમે, સદાય તમારા રહીએ... દુનીયા૦ ૬

મૂળ પદ

દુનિયાના સર્કસમાં, અમે જોકરીયા તારા

મળતા રાગ

મીટલડી મારી રે વાલે મને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0