પીયુડા ઓ પીયુડા, શ્રી હરિ મારા શરણે આવ્યો હરિ તારણહારા ૧/૪

પીયુડા ઓ પીયુડા, શ્રીહરિ મારા, શરણે આવ્યો હરિ તારણહારા,
પિબેક જેવા પાપીને તાર્યા, કામ ક્રોદ મદ લોભને માર્યા;
પીયુડા૦ ૧
એવા સમરથ શ્યામળા મારા, સહજાનંદજી દુઃખ હરનારા,
પ્યારા પ્રભુજી પ્રાણથી પ્યારા, સર્વોપરિ હરિ સર્વથી ન્યારા;
પીયુડા૦ ૨
અક્ષરધામથી હરિજી આવ્યા, આવીને સંતોને લાડ લડાવ્યા,
લીલા અનેક કરીને શ્રીજી, અપાર જીવને તાર્યા છે રીજી;
પીયુડા૦ ૩
હૈયાના હાર પ્રભુ પ્રાણ આધાર, મહાદયાળુ ધર્મકુમાર,
જ્ઞાનજીવનના હૈયામાં રહેજો, કહેવુ ઘટે તે કૃપા કરી કહેજો;
પીયુડા૦ ૪

મૂળ પદ

પીયુડા ઓ પીયુડા, શ્રીહરિ મારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0