દિલની જાણે દિલની જાણે. દિલ જાણેરે, .૪/૪

દિલની જાણે દિલની જાણે, દિલ જાણેરે,
ડોલરિયો દિલની જાણે,
તેમાં મારા ચિત્તને તાણેરેે.
અળવ્ય કરંતો આવે આનંદકારીરે,
મંદિરમાંરે શામ પધારે સાંજને ટાણેરે. ડો ૧
મીઠી બોલે મુખથી વાણી મગન થઇનેરે,
વિવેકની વાતું જેની વેદ વખાણેરે. ડો ર
હરિજન જાણી વાલો હેત દેખાડેરે,
મનોહર મૂર્તિ મારા મનમાં આણ���રે. ડો ૩
દેવાનંદ કે'છે મારો જનમ સુધાર્યોરે,
દીધું સુખ દીનેનાથ દાસ પ્રમાણેરે. ડો ૪

મૂળ પદ

જમુનાતીરે જમુનાતીરે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
0
0