મંદિરમાં પધરાવું રે સુખકારી શ્રી ઘનશામને મારા,..૧/૪

મંદિરમાં પધરાવું રે, સુખકારી શ્રી ઘનશામને મારા,
પલંગ ઢાળું પ્રેમથી ગાદી રેશમની બિછાવું રે. સુ ૧
સાવ સોનેરી મોળીયું માથે બહુમૂલી બંધાવું રે,
શીશ કલંગી વાંકડી છોગે ગજમોતી ગુંથાવું રે. સુ ર
ગુંથી હાર ગુલાબના ગજરા, પ્રીતમને પેરાવું રે.
વારે વારે લીયું વારણા, શિર નાથજીને નમાવું રે. સુ ૩
કુંડલ બાજુ બેરખા કાજુ નવલ નંગ જડાવું રે,
દેવાનંદકે દિલમેં છબી ઠીક કરી ઠેરાવું રે. સુ ૪

મૂળ પદ

મંદિરમાં પધરાવું રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
પ્રીત પિયા ઘનશ્યામ
Studio
Audio
0
0