સુખસાગર સ્વામી સહજાનંદજી મળો તમેં તો મને અતિ આનંદજી ૧/૧

સુખસાગર સ્વામી સહજાનંદજી,
મળો તમેં તો મને અતિ આનંદજી.. ટેક.
પ્રાણ પ્રીતમ પિયા પૂર્ણ પુરુષોત્તમ,
સોંપુ તમને વાલા તન મન આતમ.. સુખ૦ ૧
રહોને રાજી તમે રાજીવલોચન,
ભકતજન વલ્લભ પાપ વિમોચન.. સુખ૦ ૨
સદા સાકાર શ્રીજી સર્વાધાર છો,
તવ મૂરતિમાં રહું એવા વિચાર દો.. સુખ૦ ૩
મૂર્તિ જોવું વાલા સર્વમાં ધારી,
જ્ઞાનજીવનને રહે તમારી ખુમારી.. સુખ૦ ૪

મૂળ પદ

સુખસાગર સ્વામી સહજાનંદજી

મળતા રાગ

શરણે તમારે આવ્યો છું હરિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી