વરદેણ સહજાનંદ, આપો વ્હાલા સદા તમારો આનદ૨/૨

વરદેણ સહજાનંદ, આપો વ્હાલા સદા તમારો આનંદ.. ટેક.
સર્વાવતારી, તારણ નરનારી,
ટાળો અમારા સર્વે ફંદ... આપો વ્હાલા૦ ૧
મહા મોહકારી, માયા છે નઠારી,
તેથી ઉગારો જગવંદ... આપો વ્હાલા૦ ૨
અતિ સુખકારી, મૂરતિ તમારી,
હસોને હરિ મંદ મંદ... આપો વ્હાલા૦ ૩
મુજમાં મુરારી, રહો દિલ ઠારી,
શ્રીજી સદાયે સુખકંદ... આપો વ્હાલા૦ ૪
આવ્યો વિચારી, શરણે તમારી,
જ્ઞાનજીવન મતિમંદ... આપો વ્હાલા૦ ૫

મૂળ પદ

દુઃખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ

મળતા રાગ

હર હર ગોપીનાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી