મારા સલૂણાઓ શ્યામ, મારા પ્યારા શ્રી ઘનશ્યામ ૧/૧

મારા સલૂણાઓ શ્યામ, મારા પ્યારા શ્રીઘનશ્યામ,
આવો અંતરમાં રહોને મારા દામ...ટેક.
મારા હૈયા કેરા હાર છો, મારા આત્માના આધાર છો,
મારા વાલમજી શણગાર છો.. આવો૦ ૧
મારી આંખડલીના તારા છો, તમો પ્રાણ થકી મને પ્યારા છો,
તમો સર્વથી ન્યારા ન્યારા છો.. આવો૦ ૨
તમો મૂર્તિમંતો પ્રેમ છો, તમો ભકતનું સર્વે ક્ષેમ છો,
તમો દાસની માતા જેમ છો.. આવો૦ ૩
તમો જ્ઞાનજીવનના પ્યારા છો, માં ભકિતના દુલારા છો,
સત્સંગીના પાલનહારા છો.. આવો૦ ૪

મૂળ પદ

મારા સલુણાઓ શ્યામ, મારા પ્યારા શ્રીઘનશ્યામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0