તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર૧/૮

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર મૂરતિ રે;
તમને સેવે મુક્તો દાસ ભાવે રે, મોટા મોટાએ શિર નમાવે રે.. ૧
કોઇ કળી ન શકે તવ ગતિ રે, નવ પહોંચે તમારામાં મતિ રે;
કાળ-પુરુષ અક્ષર માયા રે, તમે કોઇથી નથી કળાયા રે.. ૨
જ્યારે તવ દષ્ટિથી જોવાય રે, ત્યારે તમ વિના નથી કાંય રે;
જ્ઞાનજીવનના તમે સ્વામી રે, સર્વોપરિ અક્ષરધામધામી રે.. ૩

મૂળ પદ

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર

મળતા રાગ

વાત મેં તો વિચારી મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી