મારા સારુ વાલા મને મળ્યા રે, સદા રહ્યા છો૨/૮

મારા સારુ વાલા મને મળ્યા રે, સદા રહ્યાં છો હરિ હળ્યા મળ્યા રે;
પળ ભૂલતા નથી મને નાથ રે, મારી સાથે રહો છો ઝાલી હાથ રે ..૧
તમ જેવા મળે કયાંથી સ્વામી રે, હું તો સર્વે પદારથ પામી રે;
તમે સમરથ છો અતિ અતિ રે, એવા મળ્યા મને પ્રાણપતિ રે..૨
મારા ભાગ્ય હું શું વર્ણવું રે, મને સુખ આપો છો નવું નવું રે;
જ્ઞાનજીવન રાજી અતિ રાજી રે, તમને મળતા ઓ રસિયાજી રે..૩

મૂળ પદ

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર

મળતા રાગ

વાત મેં તો વિચારી મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી