હૈયાના ફૂટયા હરિ સંગે હેત ન કીધું, લખચોરાશી કેરું લગડું ૧/૪

હૈયાના ફૂટયા હરિ સંગે હેત ન કીધું;
	લખચોરાશી કેરું લગડું, માથે માગી લીધું રે...હૈયાના૦ ૧
પેટને અર્થે પાપ કરંતા, પાછું ફરી નવ જોયું;
	ચાર દિવસના જીવતર સારુ, મન માયામાં મોહ્યું રે...હૈયાના૦ ૨
જન્મ મરણ દુ:ખ ગર્ભવાસનું, તે નવ શકિયો ટાળી;
	માત પિતા જુવતી સુત સંગે, વિસાર્યા વનમાળી રે...હૈયાના૦ ૩
આળસ ને અજ્ઞાન અતિશે, કામ બગાડયું તારું;
	દેવાનંદ કહે દેખ વિચારી, માન કહ્યું તું મારું રે...હૈયાના૦ ૪
 

મૂળ પદ

હૈયાના ફૂટયા હરિ સંગે હેત ન કીધું, લખચોરાશી કેરું લગડું

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૧૦
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0