અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અંત સમે કોઈ કામ ન આવે ૩/૪

અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી;
	અંત સમે કોઈ કામ ન આવે, સગાં કુટુંબ સુત નારી રે...અજ્ઞાની૦ ૧
જોબન ધનનું જોર જણાવે, ફાટી આંખે ફરતો;
	કાળ કરાળ કઠણ શિર વેરી, દિલમાં કેમ નથી ડરતો રે...અજ્ઞાની૦ ૨
માલ ખજીના મંદિર મેલી, મૂઆ ભૂપ મદમાતા;
	શ્વાન સૂકરના દેહ ધરીને, ઘર ઘર ગોથાં ખાતા રે...અજ્ઞાની૦ ૩
આજ અમૂલખ અવસર આવ્યો, હરિ ભજવાનું ટાણું;
	દેવાનંદ કહે દેહ મનુષ્યનો, ન મળે ખરચ્યે નાણું રે...અજ્ઞાની૦ ૪
 

મૂળ પદ

હૈયાના ફૂટયા હરિ સંગે હેત ન કીધું, લખચોરાશી કેરું લગડું

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0