મારે રહો સ્મૃતિ સદા તારી રે, મારી ન જાઓ૬/૮

મારે રહો સ્મૃતિ સદા તારી રે, મારી ન જાઓ વૃત્તિ હરિ બારી રે;
મને વાલા લાગો જીવ જેવા રે, મારે કરવી સદા તારી સેવા રે..૧
તારા વિના નથી રહેવું પળ રે, મારે પામવું સુખ અટળ રે;
તમ કાજે થાઓ સારું મારું રે, હું તો તમને સ્નેહે સંભારૂં રે..૨
જોયા કરૂ હરિ મુખ તારૂ રે, બીજુ નાશ થાઓ બધુ મારૂ રે;
જ્ઞાનજીવનને અતિ પ્યારા રે, તમે સ્વામી સદા હરિ મારા રે..૩

મૂળ પદ

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર

મળતા રાગ

વાત મેં તો વિચારી મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી