ઓ મારા સ્વામી સહજાનંદ, તમે મને આપ્યો છે આનંદ ૧/૨

 હરિ તુને બાથ લઉં, ચૂમી લઉં કે હૈયે લઉં;
ના રહી શકું છેટી હે વાલા ! તુંને હુંમાં સમાવી લઉં......
	પદ
ઓ મારા સ્વામી સહજાનંદ, તમે મને આપ્યો છે આનંદ;
	તમે મને ખૂબ વાલા છો, તમે મારા પ્રાણ પ્યારા છો...ઓ૦ ટેક.
ધણી મેં ધાર્યા છે તમને, હવે નથી બીક કંઈ મુજને;
ભેટીને ચૂમું છું તમને, હવે નથી ભાન કંઈ મુજને;
	ભૂલ્યા પણ ના ભૂલી શકું એવા તમે, સુખ આપો છો (૩)...ઓ૦ ૧
આપ્યા છે હાથ મેં તમને, માની તમે પોતાની મુજને;
રાજી મારે કરવા છે તમને, રાજી તમે કરી છે મુજને;
	અખંડ તમે રાત દિ મારી પિયુડા, ખબર રાખો છો (૩)...ઓ૦ ૨
આપું હું સર્વસ્વ તમને, આપ્યું તમે સર્વસ્વ મુજને;
કહે શું જ્ઞાનજીવન તમને, મૂર્તિમાં રાખી છે મુજને;
	તમારા પ્રાણપ્યારાને તમે આ, પદ આપો છો (૩)...ઓ૦ ૩ 
 

મૂળ પદ

ઓ મારા સ્વામી સહજાનંદ

મળતા રાગ

યે મેરા પ્રેમપત્ર પડકર ...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
1
0