જોયા કરુ છું કાયા તમારી, મોહ્યા કરે છે હૈયુ રે૩/૪

જોયા કરુ છું કાયા તમારી, મોહ્યાં કરે છે હૈયું રે,
સુખે ભરાણી છાતિ મારી, નથી જાતું સુખ કહ્યું રે...જોયા૦ ૧
હે સહજાનંદ સ્વામી મારા, તમે થયા છો રાજી રે,
શું કહું મારી આંખોના તારા, જીતી ગઇ હું બાજી રે...જોયા૦ ૨
શાંતિ થાય છે તમારે સંગે, આનંદ આવે છે અતિ રે,
ભેટું તમને અતિ ઉમંગે, મારા છો પ્રાણ પતિ રે...જોયા૦ ૩
શ્રીજી મહારાજ સુખના સાજ, હૈયાના હાર હેતાળું રે,
મારે ભવજળ તરવા જહાજ, હરિકૃષ્ણ કૃપાળુ રે...જોયા૦ ૪
જ્ઞાનજીવનના ટાળ્યા છે તમે, સર્વે શ્રીજી સંતાપ રે,
આનંદ આપો છો સમે સમે, તમે છો મોટા અમાપ રે...જોયા૦ ૫

મૂળ પદ

મારા મહારાજ મુખડ તારું, લાગે છે પ્યારુ પ્યારુ

મળતા રાગ

સુંદર શ્રી ઘનશ્યામ મારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી