જેને વર્ણવી શકુ નહીં મુખ રે એવું આપ્યું અતિશે મને સુખ રે; ૧/૧

જેને વર્ણવી શકુ નહીં મુખ રે, એવું આપ્યું અતિશે મને સુખ રે;
તમે અતિ અતિ છો દયાળુ રે, મારી નજરે દયા હું ભાળુ રે...
જેમ થાય હરિ મારું સારુ રે, તેમ તમે કરો છો એકધારુ રે;
એનો મારે મને છે આનંદ રે, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ રે...
ક્યાંથી મળો આવા ભગવાન રે, હું તો અતિશે છું ભાગ્યવાન રે;
મારા પુણ્યતણુ વર્ણન રે, કોઇ કરી શકે નહીં જન રે...
એવો જ્ઞાનજીવન ભાગ્યશાળી રે, તમે મળ્યા તેથી વનમાળી રે;
તમે કરુણાની હદ્ય વાળી રે, દીધા દોષો અમારા ટાળી રે... ૪ 

મૂળ પદ

જેને વર્ણવી શકુ નહીં મુખ રે

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી