મને તો એક વાલા આશ તમારી૧/૨

મને તો એક વાલા આશ તમારી,
તમને જોઇને ઠરે છાતડી મારી.. મને૦ ૧
હર્ષ વાધે છે વાલા વારમવારી,
પ્રેમે કરીને નેણે ઝરે છે વારી.. મને૦ ૨
સર્વ કરતા ને હરતા આપ મોરારી,
કશું કરવાને નથી શકિત રે મારી.. મને૦ ૩
હું તો કરુ છું હરિ ભકિત તમારી,
જેવી શ્રદ્ધા ને સમજણ શકિત છે મારી.. મને૦ ૪
મૂર્તિ તમારી નવ વિસરે વિસારી,
જ્ઞાન કહે છે એ જ માંગણી મારી.. મને૦ ૫

મૂળ પદ

મને તો એક વાલા આશ તમારી

મળતા રાગ

શીવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી