અધમ ઉધારવા શ્રી હરિ આવીયા, દીનને મોક્ષ પદ દાન દીધું,..૨/૩

 અધમ ઉધારવા શ્રી હરિ આવીયા, દીનને મોક્ષ પદ દાન દીધું,

વિકટ સંસારની વાસના ટાળીને, વાલ્યમે વિશ્વનું કાજ કીધું.                અ ૧
દેહ અભિમાન અજ્ઞાન અંધકારને, રવિ તણી રીત્ય કરી નિત્ય હરતા,
કરમ ને ધરમ કલ્યાણની વારતા, હેત કરી કૃષ્ણ હરિ આપ કરતા.      અ ર
નાવ સત્સંગમાં ભાવ નિશ્ચે કરી, દાસ બેઠા તેને સુખ દીધા,
સત્યને અસત્યની વાત સમજાવીને, કોટી નર નાર ભવ પાર કીધા.    અ ૩
જીવને દિવ્ય ગોલોક દેખાડવા, પ્રગટીયા પરમ કલ્યાણી,
કહે છે દેવાનંદ પ્રેમના પૂરમાં, ઉરમાં એ છબી આજ ધારી.                 અ ૪
 

મૂળ પદ

પૂરવ દેશમાં બુદ્ધ રવિ પ્રગટીયા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી