કુણ પુન્યે કરી પ્રગટ પ્રભુ. ઓળખ્યા, આજ મુનિરાજ ઘનશ્યામ એવા ૩/૩

કુણ પુન્યે કરી પ્રગટ પ્રભુ ઓળખ્યા, આજ મુનિરાજ ઘનશ્યામ એવા,
ધરમ દૃઢ થાપવા કલીમલ કાપવા, આવીયા દાસને દરશ દેવા.           કુ ૧
અનંત અવતારનું સાર સુક્રીત હશે, મુનિ ભગવાન મળ્યા મુક્તિ કરતા,
નેતિ નેતિ કરી નિગમ વાણી વદે, ધરમ ભકિત થકી જનમ ધરતા.      કુ ર
કોટિ તીરથ ફરે, જજ્ઞ જપ તપ કરે, પ્રભુ વિના ભવ તણો પાર ના'વે,
સુખ દુઃખ ભોગવે સકલ સંસારમાં, મરી મરી જમ તણા માર ખાવે.     કુ ૩
સરવ સાધન કર્યાં, મન વડે આદર્યા, એ થકી જનમનો અંત નાવે,
કહે છે દેવાનંદ પ્રભુને પામ્યા પછે, દુઃખદ સંસારનો પાર આવે.           કુ ૪  

મૂળ પદ

પૂરવ દેશમાં બુદ્ધ રવિ પ્રગટીયા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સામેરી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ

રામગ્રી
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્રભાતિયા
Studio
Audio
0
0