પ્રાતઃ કાલે ઉઠી ધર્મના પુત્રની, માધુરી મૂર્તિ મનમાં સંભારો,..૧/૪

પ્રાત કાલે ઉઠી ધર્મના પુત્રની, માધુરી મૂર્તિ મનમાં સંભારો,
ચરણમાં ચિહ્‌ન તે સોલ સુખધામછે, ઉર્ધ્વરેખા જોઇ ઉરમાં ધારો. પ્રા ૧
આંગુલી નખમણી કોમલ લાલ છે, જમણે અંગુઠે નખ ચીંન જોવું,
પોંચા તે પાતલા ઘુંટીયું ઘોલ છે, રક્ત પાની તેમાં ચિત્ત પ્રોવું. પ્રા ર
પિડીયું તે જાણ્યે પુન્યના પુતલા, શામ રોમાવલી રક્ત શોભે,
ઢીંચણ ઢાંકણી જોઇ ઘનશામની, મુક્ત મુનિ તણા મન લોભે. પ્રા ૩
કેલીના થંભ જેવી કોમલ સાથલું, કટીલંક દેખતા કામ લાજે,
નવલ ચિંતામણી છબી ઘનશામની, દેવાનંદને ઉર નિત્ય રાજે. પ્રા ૪

મૂળ પદ

પ્રાત કાલે ઉઠી ધર્મના

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સામેરી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0