દરદ મિટાયા મેરા દિલ કા, મોયે આૈષધ અમૃત પાયા રે ૪/૪

દરદ મિટાયા મેરા દિલ કા, મોયે આૈષધ અમૃત પાયા રે...ટેક.
વૈદ્ય મિલ્યા વ્રજરાજ બિહારી, નાડી દેખન આયા;
	જ્ઞાન ધ્યાન કી ગોલી રે દીની, રંચ ન રોગ રહાયા રે...દરદ૦ ૧
ગયા રોગ મન ભયા નિરોગી, દિલ ગિરિધર દરસાયા;
	હરિકૃષ્ણ પરબ્રહ્મ પુરાતન, ભાવ સહિત મન ભાયા રે...દરદ૦ ૨
મિટયા વિષય કા ડાઘ મનોરથ, મૂલ મરમ સમજાયા;
	જન્મ મરણ કા ઝગડા રે ચુકા, અંતર અલખ લિખાયા રે...દરદ૦ ૩
યોગ ભક્તિ વૈરાગ્ય ત્યાગ કા, ચૂરણ ચારુ બનાયા;
	દેવાનંદ કહે દયા કરી કરી, ચરી હરિ આપ બતાયા રે...દરદ૦ ૪
 

મૂળ પદ

નરતનું પાયો નેક નવીના

મળતા રાગ

કાફી ઢાળ : સહજાનંદ કે દર્શન કર કે

રચયિતા

દેવાનંદ સ્વામી

વિવેચન

આ પદમાં વ્રજરાજરૂપી વૈદ્ય મળવાથી ‘દિલનાં દરદો’ શમવાની વાત છે. અમૃતમય ઔષધિથી ‘અંતર અરોગી’ થવાની વાત છે. શ્રીહરિરૂપી વૈદ્યરાજે જ્ઞાન-ધ્યાનની એવી અનુપમ ગુટિકા આપી કે અમારા મનમાં રંચમાત્ર રોગ ન રહ્યો. રોગીને ભોજનમાં અરુચિ હોય એ જ રીતે અમારે રોગી મનને ભજનસ્મરણ ભાવતું નહોતું. મન નિરોગી થતાં ભજનસ્મરણની ભૂખ ઊઘડી. ભાવતાં ભોજનની જેમ મનને ભગવાન અતિશય ગમવા લાગ્યા. વિષયવાસનાના દાગ કોઢના દાગ કરતાંય અસાધ્ય છે. છતાં એ વૈદ્યરાજે કોણ જાણે કેવું રસાયણ આપ્યું કે કોઈ રીતે ન છુટે એવા વિષયવાસનાના દાગ દૂર થયા. આત્મચૈતન્યનું મૂળ સૌંદર્ય પાછું પ્રગટ્યું. અમને અમારા અવિનાશી કુળની ઓળખ થવાથી એણે આપેલાં અલૌકિક આંજણને અમારી આંખમાં આંજ્યાં તો અમે અગમ-અગોચર અલખને નજરોનજર નિહાળવા લાગ્યા. અમે નિત્ય નિરોગી રહીએ એ માટે એણે યોગ્ય-ભક્તિ, ત્યાગ-વૈરાગ્યનું અદ્‍ભુતચૂરણ આપ્યું. એ ચૂરણ સેવનની સાથોસાથ સદાચારરૂપી ચરી પાળવાની રીત પણ બતાવી.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઘનશ્યામ સ્નેહી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

ભજનરસ
Studio
Audio
0
0