વૈષ્ણવ જન ઉર વાસ અમારો, ભુતલ ભુવન એ મારું રે..૨/૪

વૈષ્ણવ જન ઉર વાસ અમારો, ભુતલ ભુવન એ મારું રે,
સંત ઘરમની રક્ષા સારું, જુગ જુગ જનમ હું ધારૂં રે. વૈ ૧
સંત સભા મધ્ય રહું સુખદાયક, નીરગુણ ધામ પ્રમાણી રે,
અડસઠ તીરથ વંદવા આવત, મરમ અલૌકિક જાણી રે. વૈ ર
ભાવે ભોજન પાન કરાવત, સંત ને શુભ નરનારી રે,
ગ્રાસે ગ્રાસે કોટિ જગ્ન ફલ, લેજો વાત વિચ્યારી રે. વૈ ૩
જીવન મુક્ત જથારથ જાણો, પ્રાણ થકી ઘણું પ્યારા રે,
દેવાનંદનો નાથ કહે તેને, નીમખ ન મેલું હું ન્યારા રે. વૈ ૪

મૂળ પદ

ઓધવજી મુને અતિ ઘણું

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
આશાવરી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0