સહજાનંદ સુજાન ભેટી ભ્રમણા ભાંગી રે....૧/૪

સહજાનંદ સુજાન ભેટી, ભ્રમણા ભાંગી રે		...ટેક.
છબી અલૌકિક છેલની જોઈ જગથી ન્યારી રે;
	વશ થઈ ગઈ વાતમાં ચડી પ્રેમ ખુમારી રે	...સહ૦ ૧
આંખલડી અલબેલની વિના કાજલ કાળી રે;
	ચોટ લગાડી ચિત્તમાં મુજ સામું ભાળી રે	...સહ૦ ૨
મંગલકારી મુખડું હેત હાસ ભરેલું રે;
	કોટી શશી કરું વારણે ઉરમાં ધરેલું રે	...સહ૦ ૩
અધરબિંબ પ્રવાલાની ઉપમા લજાવે રે;
	દેવાનંદના નાથની મૂર્તિ મનમાં ભાવે રે	...સહ૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ સુજાન ભેટી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0