આજ સખી ઘનશામ જોયા જમુના તીરે રે.....૩/૪

 આજ સખી ઘનશામ, જોયા જમુના તીરે રે....

સંત સખાની મંડલી, કરે જલમાં ક્રીડા રે,
જોતા ટાલે જીવની, પરલોકની પીડા રે. આ ૧
કાંઠડે ઉભી કામની, ભૂલી ભરવું પાણી રે,
રૂપ જોઇ રંગ છેલનું, એક ટગ લખાણી રે. આ ર
સખી એ સુખની વારતા, જન જોઇ તે જાણે રે,
વણ દીઠે વ્રજરાજને, ક્યાંથી ધ્યાનમાં આણે રે, આ ૩
મલ્યા પ્રગટ માવજી, રસ પૂરણ પીધો રે,
દેવાનંદ કે દેખતાં જનમ સુફલ કીધો રે. આ ૪

મૂળ પદ

સહજાનંદ સુજાન ભેટી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ
પ્રભાતી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
2
1