શોભાનિધિ ઘનશામ રાખું આંખડી આગે રે....૪/૪

શોભાનિધિ ઘનશ્યામ રાખું આંખડી આગે રે	...ટેક.
સંત સભામાં શામળો બેઠા છે આવી રે;
	તારા પુન્યમ ચંદની ઉપમા લજાવી રે	...શોભા૦ ૧
સાવ સોનેરી મોળિયું તેમાં ફૂલના તોરા રે;
	પેચ ઝૂકેલા પાંપણ્યે હસે થોરા થોરા રે	...શોભા૦ ૨
શ્યામ કપોલે શોભતું એક તીલનું ત્રાજુ રે;
	હૈયે હાર ગુલાબના બાંધ્યા ફૂલના બાજુ રે	...શોભા૦ ૩
પીળું પીતાંબર પેરિયું રેંટે કમર કસી રે;
	દેવાનંદના દિલમાં છબી છેલની વસી રે	...શોભા૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ સુજાન ભેટી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0